#મુવીરિવ્યુ - પટાખા ??
ચટાકા-પટાકા જેણે ટેસ્ટ કર્યા હોય એના માટે કહું તો, ફિલ્મ તેના જેવું જ ખટમીઠું છે. જે ખાય એને એ ભાવે જ, એમ આ મુવી પણ જોનારા દરેક ને લગભગ ગમે એવું છે, પછી એ છોકરો હોય, યંગ હોય કે વડીલ હોય બધાને હળવાફૂલ કરી દેતું મુવી છે.
સવારમાં વહેલા શાકમાર્કેટમાં શાક ખરીદવા જાઓ અને જે તાજી તાજી સબ્જીઓના ઢગ પડ્યા હોય અને જેને જોઈને આંખને ટાઢક વળે એવી તરોતાજા, આંખને ટાઢક વળે એવી સ્ટોરી છે. અને સ્ટોરી ની સાથે હસતાં ઝઘડતાં વિશ્વશાંતિનો મેસેજ પણ આપી દીધો.
બે લગભગ સરખી ઉંમરના ભાઈ કાં તો બહેન કાં તો ભાઈ-બહેન હોય ત્યારે જે પ્રશ્ન ઉભો થાય અને તેમના વચ્ચે જે મસ્તી ઝઘડા ચાલતા હોય તેના પરથી સ્ટોરીને જબરદસ્ત ફલૉ આપ્યો છે.
એમાં છેલ્લે એક સીન છે તેમાં બન્ને બહેનો એકબીજા માટે શું-શું કર્યું તેનું લિસ્ટ ગણાવે છે. ધ્યાનમાં આવે કે બન્ને એ કર્યું જ હોય છે, પણ એવું જ લાગે કે મેં આના માટે વધુ કામ કર્યું ! (superiority complex ?).
અને એમાં જ એ બન્નેને ખબર પડે છે કે એકબીજાના દુશ્મન ખોટા બની બેઠા છે. બંનેને એકબીજા માટે પ્યાર છે, લાગણી છે, પણ મારુ સાચું કાં તો 'હું' વધુ યોગ્ય છું એ ભાવ ને કારણે જ ઝઘડો થતો હોય છે.
બે બહેનોના ઝઘડાને ભારત- પાકિસ્તાન ના પ્રશ્ન સાથે સરખાવીને બંને દેશ વચ્ચે જેમ ફિલ્મમાં પણ બે બહેનો વચ્ચે સમાધાન થઈ જાય છે તેમ શાંતિ જળવાય, સમાધાન થઈ જાય એવો મેસેજ છે.
એ મેસેજ સારો જ છે અને એમ જ થવું જોઈએ, પણ વચ્ચે આ પાણાં જેવડો 'પણ' આવે છે. કેમકે અત્યાર સુધીનો ઇતિહાસ એવું જ કહે છે કે દરેક વખતે પાકિસ્તાને જ સળી કરી છે, અને આપણે પછી જ જવાબ અપ્યો છે. જે પણ યુદ્ધ થયા છે એમાં શરૂઆત એમણે કરી છે અને અપને સેલ્ફ પ્રોટેક્શન માટે વળતો જવાબ આપ્યો છે.
બાકી ફિલ્મ જોરદાર છે, ફૂલ ફેમિલી સાથે ચટકા-પટાકા આરોગ્યા વગર ખટમીઠો અનુભવ કરાવે એવી.
~કૃષ્ણ