* " માટીનો માનવ "*
માટીનો આ માનવ મિથ્યા મનમા મલકાય
માટીમાંથી ઉપજયો ને માટીમાં મળી જાય,
માટીની મહેલાતો ને માટીએ બાંધી
માટીની હાંડલીમાં માટીને રાંધી.
રાંધનારો પણ માટી, ખાનારો માટી ખાય,
માટીની ખુરશીમા બેઠી જ માટી
માટીનો ખાટલો ને માટી જ પાટી
ઘડનારો પણ માટી, ઉંઘનારો માટી માંય.
પાણી છે માટી ને માટી છે પાણી
માટીનો રાજા ને માટીની રાણી,
માટીનો મિનિસ્ટર આ માટીથી ચૂંટાય
બાકી માટીની દુનિયા માટીમા રત છે..........