પુષ્પા અને લલિતા બન્ને પાક્કી બહેનપણી હતી,એક દિવસ પુષ્પા ના લગ્ન ની વાત આવી,લલિતા એ કહ્યું.
લલિતા;-પુષ્પા તારા લગ્ન ની વાત આવી ચલ પાર્ટી આપ.
પુષ્પા;- હું નથી માનતી.
અઠવાડિયા પછી વાત પાક્કી થઇ અને પુષ્પા ની સગાઇ કરી,અને લલિતા બોલી.
લલિતા;-પુષ્પા તારી સગાઇ થઇ ચાલ પાર્ટી આપ.
પુષ્પા;- હું નથી માનતી.
છ મહિના પછી પુષ્પા ના ઘરે મંડપ રોપાણા,પીઠી ચોળાઈ, લલિતા એ કહ્યું.
લલિતા;-હવે તો તારે ચોળી ચાર ફેરા ફરવાના આવ્યા ચાલ પાર્ટી દે.
પુષ્પા;- હું નથી માનતી.
લગ્ન વિધિના ત્રણ કલાક બાદ વિદાય ની વેળા આવી,લલિતા બોલી
લલિતા;- હવે તો તારી વિદાય થાય છે,યાર હવે તો પાર્ટી આપતી જા.
પુષ્પા;- હું નથી માનતી.
લલિતા ઉદાસી માં બોલી પુષ્પા તું સાવ કંજુશ છે,આમ કરી કરી તું મને પાર્ટી આપવા નું ટાળે છે,જા હવે હું તારી સાથે નહીં બોલું.
પુષ્પા મૂંગા મોઢે ગાડી માં બેસી ગઈ,પાછળ પુષ્પા ના બાપા વેવાઈ પાસે માંગણી કરતા હતા,વેવાઈ એ તેમની માંગણી ના સ્વીકારી,અને પુષ્પા ના બાપાએ ઊંચા આવજે બુમ પાડી.
તો બેટા પુષ્પા ગાડી માં થી ઉતરી જા,વિદાય નહીં થાય.
પુષ્પા એકદમ ગાડી માં થી ઉતરી અને લલિતા સામે ગુસ્સા થી જોયું??અને ઠેંગો બતાવતા બોલી.
પુષ્પા;- લે લઇ લે પાર્ટી,હું કહેતી નતી,કે હું નથી મનાતી,મને મારા બાપ ની ખબર હોય ને,ત્રણવાર એને વિદાય વેળા એ રોકી લીધી છે.???????????
???????????
કેમ મજા આવી ને ધ્યાન થી વાંચવા માં??