મને જોઈ ચમકી ઉઠતી તારી આ
આંખોમાં...
મારું મુખ જોઈ હું હરખાઉં.!!
મારા સપના સોહામણા જોતી આ
આંખોના...
સપના પુરા કરવા હું દોરાઈ જાઉં..!!
મને જોઈ હસી ઉઠતા તારા આ
હોઠોમાં...
મારું નામ રટાતું સાંભળી હું હરખાઉં..!!
મને જ રટતા તારા આ
હોઠોના...
વચન પૂરા કરવા હું દોરાઈ જાઉં..!!