હું સૂતી હોઉં, ને તું મને હેરાન કરે, એ મને ગમે છે
મારી ઉપર ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે, એ મને ગમે છે
મને સહેજ કાઈ થાય ને તારો જીવ અધ્ધર થાય, એ મને ગમે છે
મને મોડું થાય ને તને મારા પર ગુસ્સો આવે, એ મને ગમે છે
નાની નાની વાતો માં મને તારી જરૂર પડે, એ મને ગમે છે
તું મારા વાંક ગુના ભૂલી ને મારા પર મરે, એ મને ગમે છે
હું સંતાઉ ને તું મને શોધવા રાઘવાયો થઈ ને ફરે, એ મને ગમે છે
રોજ જગડું તોય તું મને હક થી પોતાની ગણે, એ મને ગમે છે
તું બસ ખોવાયેલો જ હોય પ્રત્યેક ક્ષણે મારા માં, એ મને ગમે છે
કંઈજ સારું ના હોય તોય બધું જ સારું છે કહી મને છળે, એ મને ગમે છે
"તારા પ્રેમ ની આ તે કેવી અસર છે ?
ભીડ માં પણ હું એકલી પડી જાઉં છું...
પાણી માં પણ હું કોરી રહી જાઉં છું..."