રોજ કરે અવહેલના, આમ હું તને દેખાઉં તો છું ને?
રોજ કરે ઉપેક્ષા મારી ,આમ હું તને દેખાઉં તો છું ને?
નથી દૂર થતો મારાથી, નથી સમીપ બોલાવતો મને,
રોજ કરે અપમાન જેવું,આમ હું તને દેખાઉં તો છું ને?
રોજ કરે અણદેખી , આમ હું તને દેખાઉં તો છું ને?
રોજ આવે ઘણા કને,આમ હું તને દેખાઉં તો છું ને?
નથી કરાવતો ભાસ કોઈ ને આભાસ પણ ન કરાવતો,
તારો જ છું અંશ, તારી જ છે અભિલાષા, આમ તને હું યાદ તો છું ને??