એક મિત્ર નો બીજા મિત્ર ને એક ખોટો દિલાસો આપતો મેસેજ ?
કદાચ તને એ વધૂ દુઃખી કરવાં ન પણ ઇચ્છતી હોય એટલે જ એણે તને છોડીને જવાનો નિર્ણય લીધો હશેં.. એણે થોડી ને શોખ થયો હશે યાર ..બની શકે એ પણ તકલીફો માંથી જ પસાર થતી હોય..
તું એમ વિચારતો હોય કે એ એની લાઈફમાં ખુશ છે એ પણ તારા વગર રાઈટ..? પણ તું તારા હ્રદય ને તો પુંછ શું ખરેખર તારું આ પ્રમાણે વિચારવું યોગ્ય છે..? શું ખરેખર એ જ સત્ય છે..??
બની શકે કદાચ એણે લીધેલા નિર્ણય થી એ પણ અત્યંત દુઃખી હોય.. અને એ પોતાનું દુઃખ તને વ્યક્ત ના કરી શકતી હોય.. અને કદાચ એ વ્યકત કરતી પણ હોય તો તું એને જોઈ ન શક્તો હોય.. સત્ય તો એ પણ હોય..
તું નીકળ્યો છે અેને દોશ દેવાં રાઈટ..? પણ શું એ દોશી છે..? શું એજ સત્ય છે..? શું ખરેખર તારું હ્રદય સ્વીકારે છે કે એજ સત્ય છે એમ..? હમ્મ..?
નહીં ને..? તો શું કામને પરાણે પરાણે આમ ખોટું વિચારીને એને દોશ દે છે વ્હાલા.. એના આ નિર્ણય થી તો તારે ખુશ થવું જોઈએ કારણ કે એ સમયે એને જે યોગ્ય લાગ્યું એણે એજ કર્યું.. એ સમયે તું હોત તો તું પણ કદાચ આમ જ કરત..
તો હવે તું દુઃખી ન થા દોસ્ત.. તું દુઃખી ન થાય એટલે જ તો એણે આ નિર્ણય લીધો છે.. તો એના આ નિર્ણય ને માન સન્માન આપી ફક્ત ને ફક્ત મોજ કર.. જો તું ખુશ તો એ ખુશ.. અને એ ખુશ તો તું ખુશ.. ?
MB પરીવાર આજે ઘણાં દિવસે એક પ્રશ્ન પુછું છું આશા કરું કે તમે હંમેશાં ની જેમ આ પ્રશ્નનો જવાબ પણ આપશો.. ?
મિત્ર એ આ પ્રમાણે પોતાના મિત્ર ને ખોટો દિલાસો આપ્યો શું એ યોગ્ય છે હાં કે નાં..??
જવાબ જે પણ હોય થોડું વિસ્તારમાં જણાવશો એવી આ @ગાંડા ની રીક્વેશ્ટ પ્લીઝ પ્લીઝ પ્લીઝ.. ?