દુનિયા માં દરેક વસ્તુ એક સમયે જ તમને મળે.. આતો માણસ ને આદત છે દરેક વસ્તુ માંગવા માં ધમપછાડા કરવાની...ધીરજ ના ફળ મીઠા હોય પણ એ મીઠા ફળ મેળવવા આ કડવી ધીરજ રાખે કોણ! આપણ ને બધું instant ગમે... તરત થઈ જાય એવું... એટલું તો વિચાર કરો એક સેકન્ડ માં ગુજરી જતા માણસ ને પણ નવ મહિના લાગે છે જન્મ લેતા.. દરેક વસ્તુ એમ તમે માંગો ને તરત ના મળે.. કેટલુંય જતું કરવુ પડે.. કેટલોય થાક કેટલોય પરિશ્રમ કેટલોય ભોગ આપવો પડે... જીવન માં મળતી દરેક વસ્તુ એક કિંમત સાથે આવે છે જે જાણે અજાણે તમે ચૂકવતા જ હોવ છો... વિચારજો ક્યારેક....