મારા પ્રિય મિત્રો માટે.. ?
ભલે ઞગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી પણ કોઈએ, અંતે તો આપણે જ જોડે હોઈશું..
એક રિસાઈ છે તો બીજો મનાવે, અને બીજો રીસાઈ છે તો ત્રીજો,
મિત્રો એકબીજા ને ખુશ રાખવા, છેલ્લે તો આપણે જ જોડે હોઈશું..
આંખો જ્યારે ઞાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે એકબીજા ની ઠેકડી ઉડાડવામાં તો છેલ્લે આપણે જ જોડે હોઈશું..
(કે યાર અવે તો તું ડોહો થય ગયો.. અને ઓય તારી તો યાદશક્તિ નબળી પડી ગય હો.. અને તું બાકી રહ્યો કેમ તારાથી પણ અવે કંઈજ ના થાય..) ???
મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે યાર, હું ટનાટન જ છું,
એમ એકબીજા ને મસ્ત રીતે છેતરવાં, છેલ્લે તો આપણે જ જોડે હોઈશું..
જ્યારે આપણો સાથ છુટી જશે, વિદાયની ઘડી આવી જશે,
ત્યારે એકબીજા ને માફ કરવા પણ, છેલ્લે તો આપણે જ હોઈશું.. ?