આ તારી લાગણી ની તો
શું વાત કરું...!?
આ તેં આપેલા સાથ ની તો
શું વાત કરું...!?
આ તારી લાગણી જ છે,
જે મને જીવંત રાખતી જાય છે...!!!
અને આ તારો સાથ જ છે,
જે મને રાહ ચિંધતો જાય છે...!!!
આ તારા સ્પર્શ ની
તો શું વાત કરું!?
આ તેં આપેલા સ્નેહ ની તો
શું વાત કરું!?
આ તારા સ્પર્શ નો એહસાસ જ છે,
જે મને હુંફ આપતો જાય છે...!!!
અને આ તારો સ્નેહ જ છે,
જે મને, મારાથી જીતતો જાય છે...!!!