Gujarati Quote in Microfiction by Dp, pratik

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વાતો_માં_સમયનો_દુરપયોગ .

એવું જાણવા મળ્યું કે 90's ના દસક માં પ્રેમીયો,ચીઠી દ્વારા વાતો કરતા. અઠવાડિયા માં અથવા મહિના માં એકવાર,એકબીજા ની ફીલિંગ્સ તેમાં લખતા. એકબીજા ના વ્યોગ માં શું કર્યું શું ના કર્યું સમય કેવો રહ્યો.

સહુથી ખાસ વાત કે એ બન્ને એકબીજા ને પ્રેમ કરતા,પરિવાર થી છુપી છુપાય ને,છતાં જયારે પણ પત્ર લખે અથવા મળે તો,એકબીજા ના પરિવાર નો જિકર જરૂર કરે,પરિવાર માં સુખ શાંતિ છે કે નહીં,બધા ની તબિયત કેવી છે. એક એક પળ એક એક વસ્તુ વ્યક્તિ ની વાતો થતી,અને સમ્માન પણ આપતા એકબીજા ના પરિવાર ને.

સુખ દુઃખ ની વાતો કરતી અઢળક ચીઠિયો વાંચતા વાંચતા તેમની આંખો ભરાય આવતી,લાગે જાણે બન્ને એકબીજા ની સન્મુખ વાતો કરતા હોય ને એવી ફીલિંગ્સ આવતી એવું મને જાણવા મળ્યું.

બે જીસ્મ એક જાન કહેવાતા એ પ્રેમી યુગલો ને,જયારે જયારે મળવા નો સમય મળતો, ત્યારે ત્યારે વાતો ઓછી,અને આંખો થી આંખો મિલાવી ને સમય વિતાવતા અને આંખો થી જ વાતો કરી લેતા.

એક બીજા પર જીવ અર્પણ કરી દેનાર,એ પંખીડા ઓ ને પ્રેમ કરવાનો વાતો કરવાનો ખુબ ઓછો સમય મળતો, મહિના માં એકવાર પત્ર લખાય અથવા મુલાકાત થાય છતાં,એકબીજા પર નો trust ભરોસો મજબૂત રહેતો, ક્યારેય એવો અહેસાસ નહતો કરતા કે આટલા સમય માં એને બીજું કોઈ મળી ગયું હશે,મને ભૂલી ગયા હશે.
સ્વપ્ને પણ આવો વિચાર નહતા લાવતા.

એ લોકો પ્રેમ માં એટલા રહબોળ હોવા છતાં જયારે,તેમના લગ્ન એકબીજા સાથે નહીં પણ અલગ અલગ જગ્યા થતા તો પણ કયારેય એમનો પ્રેમ ઓછો નહતો થતો,વર્ષે એકાદ વાર મુલાકાત થાય તો પણ,એકબીજા પ્રત્યે એટલું જ માન સન્માન રહેતું ક્યારેય,મળતી વખતે,ચહેરા પર શિકન્ન નહતી આવતી બસ બે ઘડી આંખો છલકાય જતી.

અને આજે આધુનિક દુનિયા માં એક એક સેકોન્ડ ની માહિતી રાખે,શું ખાય છે,શું પહેરે છે,ક્યાં જાય છે,કોને મળે છે.

હું એવું માનું છું કે 90's ના દસક કરતા પણ ઘણો સારો સમય આ છે,કારણ કે અત્યારે દરેક જીવ સ્વતંત્ર છે,પોતાની મરજી મુજબ જીવી શકે છે.

બંધ આંખે પણ ચોખ્ખું દેખાય એવી આજ ની દુનિયા છે,તમે જેને પ્રેમ કરો એના વિષે તમે ધારો એટલું જાણી શકો છો,કે આ વ્યક્તિ કોણ છે કેવો છે,અને એની સાથે હસતા હસતા જીવન વિતાવી શકો છો.

ખરે ખર હું એવું માનું છું કે આ સમય લગ્ન માટે ખુબ સરળ અને સચોટ સમય છે,કે તમે જેની સાથે લગ્ન ગ્રંથિ માં બંધાવવા જઈ રહ્યા છો,એના વિષે પુરે પુરી માહિતી લઇ શકો છો,એક પણ ખામી તમારી નજર થી દૂર ના જઈ શકે. પુરે પુરી માહિતી લઇ શકો છો,અને એ પણ સરળતા થી mobile ના માધ્યમ થી.

પણ અફસોસ કે આજની પ્રજા ને એની સમજણ નથી,કે આટલી સુખ સુવિધા વાળી જિંદગી હોવા છતાં પણ,તેને પચાવી નથી શકતા.

કોઈ ના પ્રેમ માં પડે તો,ખાલી ફાલતુ વાતો માં જ સમય બરબાદ કરે છે.

એ લોકો ની વાતો કેવી હોય કહું?????

છોકરો::hello જાનુ... મારી જાન શું કરે છે.?
છોકરી::કઈ નહીં તારા ફોન ની રાહ જોતી હતી.
છોકરો::અચ્છા મારી જાન ને મારી એટલી યાદ આવે છે???
છોકરી::હા hunny, બૌ યાદ આવે.
છોકરો::સારું એ કેતો આજે શું ખાધું મારી જાનુ એ??
છોકરી::પિઝા ખાધા ,પાણી પુરી ખાધી,અને પાડોશી ના છોકરા જોડે થોડી વાતો કરી..

સતત એક એક કલાક સુધી ફોન માં વાતો કરે છતાં છેલ્લે the end હોય પ્રેમનો.

Gujarati Microfiction by Dp, pratik : 111045667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now