#everyonehasastory
"દાદા...."આટલું સાંભળતા જ બગીચા નાં બાંકડા પર બેસેલા વૃદ્ધ ની આંખો થોડી ભીની થઈ ગઇ...એનાં સામે ઉભેલ અજાણ્યા યુવાને એમને એકીટશે જોયે રાખ્યું..યુવાન ફરી બોલ્યો.."દાદા..દિવાળી નાં આટલા મોટા પર્વ ના દિવસે તમે આ બગીચા માં એકલા કેમ બેઠા છો?તમારુ પરિવાર ક્યાં છે દાદા?દાદા મારુ તો આ દુનિયા માં કોઈ નથી..બા બાપુજી બાળપણ માં જ એક અકસ્માત માં મૃત્યુ પામ્યા...હું સામે પેલી નવી બિલ્ડીંગ દેખાઈ છે?એમા થોડા દિવસ પેહલા જ નોકરીએ જોડાયો છું.. હૂં તમને રોજ બારી માં થી સવાર ના ૮ વાગે આ બગીચા નાં બાંકડા પર આવી ને બેસતા જોવ છું.. સાંજ સુધી તમે અહિયાં જ બેઠા હોવ છો?આજે પણ તમને અહિયાં જોયા ઍટલે તમને મળવા આવ્યો..દાદા..તમારુ પઁણ કોઈ નથી?વૃદ્ધ શૂન્ય મયસ્ક થી યુવાન નેં જોતો રહ્યાં..યુવાન વૃદ્ધ ની બાજુ માં જઈ બેસી ગયો.. થોડા સમય નાં મૌન પછી.. વૃદ્ધ બોલ્યા.."હૂં ઓબેરોય સોસાયટી માં રાહુ છું..3BHk ઘર છે..રિટાયર્ડ આર્મી ઓફિસર છું..૧ દિકરો છે..એની વહુ અને એનાં ૨ દિકરા છે.૭ વર્ષ પહેલા મારી પત્ની નું હૃદય ના હુમલા થી અવસાન થયુ...અને એનાં ગયા પછી..."વૃદ્ધ ની આંખ પાણી થી ભરાઈ ગઇ..એને પોતાના કરચલી વાળા હાથ થી આંખ ના આંસુ લુંછ્યા"એનાં ગયા પછી દિકરા પર મારા સંભાળ ની જવાબદારી આવી ગઇ..એને હૂઁ બોજ લાગવા લાગ્યો...એક દિવસ હૂઁ સખત બીમાર પડ્યો..સારવાર ના થોડા પૈસા ચૂકવી લીધાં પછી..દિકરો મારા પાસે આવી ને કેહ છે"બાપુજી તમારા આં બીમાર હોવાના ધતિંગ બઁધ કરી દોં હવે..હૂઁ પૈસા એનાં માટે નથી કમાતો કે એને તમારી સારવાર માં જ વેડફી નાખું..મારે બૈરા છોકરાં નું પણ ધ્યાન રાખવાનું છે...રીટાયર થઈ ગયાં છો એનો મતલબ એ નથી કે તમારી જવાબદારી કોઈ બીજુ ઊંચકે..હાથ પગ ચાલે છે તમારાં તો નાનું મોટુ કામ કરવા નું શુરૂ કરી નાખો .મે એકલાએ જ ઘર ની જવાબદારી ઉચકવા નૉ ઠેકો નથી લીધો..."
એનાં કડવા શબ્દો સાંભળ્યા પછી હૂઁ એક દવા ની દુકાને કામ પર લાગી ગયો.. પરંતું બીમારી નાં કારણે હૂઁ ત્યાં નિયમિતતા ન જાળવી શક્યો..એટ્લે ત્યાં ના શેઠે મને કામ પર ન આવવાનું કહ્યુ..ત્યાર પછી ફરી થી દિકરા અને વહુ એ મહેણાં મારવા નાં ચાલુ કર્યા..કેહ છે"મફત નાં રોટલા ન તોડો..બીમારી નૉ ઢોંગ છોડી..કામ કરો"
અને હવે થોડા વર્ષ થી તો વહેલી સવારે દિકરો કામે જાઇ ત્યારે મને બિલ્ડીંગ માં નીચે મુકી જાઇ.. અને સાંજે મોડા બિલ્ડીંગ ના નીચે થી લઈ જાઇ.. આંખો દિવસ હૂઁ અહિયાં આ બગીચા માં બાંકડા પર બેઠો રાહુ...નાનાં છોકરાઓ રમવા આવે એમને જોઇ આનંદ લવ.. જમવાનું ક્યારેક વહુ સવારે આપે..નહી તો રાત્રે એક ટાઈમ નું જમી સુઈ જાવ.."
વૃદ્ધ ની વાત સાંભળી યુવાન ની આંખો માં થી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા. એને વૃદ્ધ ને ભેટી ને એમનાં કાન માં કહ્યુ.."દાદા આજ થી હૂઁ તમારો મિત્ર..તમારો દિકરો..અને પરિવાર પણ.."યુવાને પોતાની બેગ માંથી મીઠાઈ નૉ ડબ્બો કાઢી વૃદ્ધ નાં મોઢા માં મીઠાઈ આપી..અને કહ્યુ "હેપી દિવાળી દાદા.."યુવાને પોતાનું ટિફિન કાઢયું..અને એ બન્ને એ દિવસ થી દરરોજ એ બાંકડા પર બપોર નું ભોજન સાથે જ જમતા...