Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી નવા અહેસાસ કલમ માં કંડારવાનો પ્રયત્ન.... દિવાળીની રોશનીનો ઝગમગાટ ને ધુમાડો થઈ ને ઊડતી સમૃદ્ધિ. ખેર જવા દો આનંદ જેને જેમાં મળે એ એમાંથી મેળવી લે, પણ મારે વાત કરવી છે એક વ્યક્તિત્વની. ને એ વ્યક્તિત્વ એટલે એવું જેમાં મને ડૂબી જવાનું મન થાય. હું હંમેશા શાંતિની શોધ મા તેની પાસે જઉં ને એ સામે કહે તને મળે તો મનેય થોડી મોકલજે, ને છતાં શોરબકોર પોતામાં સમાવી લેતું એ વિરાટ વ્યક્તિત્વ. મારા ઉદ્વેગો હંમેશા હરી લઈ, મને હળવી કરી દે. નજીક જાઓ તો પારકું ને અલિપ્ત વ્યક્તિત્વ ને દૂર જાઓ તો પોતાની તરફ ખેંચતુ. બહારથી ઠંડોગાર ને અંદરથી ધધકતો. એ કહે મને શું ફર્ક પડે મારે તો રોજ તહેવાર તારા જેવો કોઈને અહેસાસ થાય એ જ મારો ઉત્સવ. ને આવા તો અનેક અહેસાસો ને આહલેકો, ધુમાડા ને ધર્મ, કિસ્સા ને કહાનીઓ પોતામાં સમાવી ને એ અડીખમ ઉભો જ રહે છે. નરસૈંયા ની કરતાલ સાથે એ રોજ વાતે વળગતો હશે ત્યારે કેવા સુર નીકળતા હશે નહિ! વાહ મારા દત્ત ગિરનાર... સદા અડીખમ રહો...

Gujarati Quotes by HINA DASA : 111045508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now