# આંખો તારી ...
# પિહૂ ....
વિશાળ વિશ્ર્વ ને સૂક્ષ્મ માં સંઘરે તારી આંખો ...
હૈયા ની વાત હોઠે હડસેલે તારી આંખો ...
આવતા ને મીઠો આવકારો દે આંખો ...
વહાલપ ના વહાલ ખોલી ખેલે તારી આંખો ...
રુદિયા ની વાતનો રણકાર તારી આંખો ...
ખોવઈ પોતાને જોવ હું પ્રીતમ તારી આંખો ...
ના જોઈએ દપૅણ ,હું ખુદને ત્યાં ઝાંખું ...
મને તો ફક્ત દેખાય બસ "પિહૂ " તારી જ
એ આંખો ...