અહીં જોડાયા ને 3 4 મહિના થયા.. અહીં જાણે એક પરિવાર મળ્યો.. એવા અંગત મિત્રો મળ્યા જેવા અહીંથી બહાર ની દુનિયા માં પણ હોય .. હું મિત્રો બાબતે કાયમ નસીબદાર રહી છું... એક થી એક ચડિયાતા જ મળ્યા છે..મિત્રો ની વાત નીકળી એટલે સખી (હિના)ની વાત તો કરવી જ પડે... સખી એટલે દોસ્ત.. આમ જુઓ તો શબ્દ ના અર્થ થી પણ વિશેષ.. ને દોસ્તી માં શરતો ના હોય.. બિનશરતી.. જેવા હોવ એવા સ્વીકારે.. ટોકે બોલે પણ કોઈ ને બોલવા ના દે.. એનું નામ જ મિત્ર.. અંગત કીધા વગર જાય તો દુઃખ થાય.. પણ કદાચ એ અંગત કેહવા રોકાય તો આપણે એને જવા જ ના દઈએ.. સખી ને યોગ્ય લાગશે ત્યારે એ mb પર આવી જશે.. એ મોજ માં જ છે.. એને એના પર કોઈ પ્રયોગ કે dare કરવું હોય તો એને કરવા દેવાય.. લાગણીઓ આઝાદ કરે.. બાંધી રાખે, રોકી રાખે એને લાગણી ના કહેવાય..એ ખુશ તો આપણે ખુશ.. દોસ્તી મા તો આજ નિયમ હોય ને!