કોપી પેસ્ટ.. :)
તને કહેવા માટે શબ્દોનાં પ્રાસ ક્યાંથી લાવું..
હ્રદયમાંથી નીકળે ને હ્રદયમાં સુધી પહોંચે.. એજ સાચી લાગણી..
ફરીયાદો હોય ફોગટની, વખાણ હોય વાતોનાં..
જાગતા સફરની ઉંઘ હોય ને ઉજાગરા હોય રાતોનાં..
હ્રદય કહે એટલી સરળ બને તું, નિરાંતે વહી શકે એટલી પ્રબળ બને તું.. મારા શબ્દો ની ગોઠવણી તને ગમે કે નો ગમે..
પણ દર્દો ની જાળવણી મેં જે રીતે કરી છે.. એતો તને ગમવી જ જોઈએ હો..
કાન દઈને નો સાંભળતી યાર.. પણ લાગણીઓને માન દઈને જરૂર સાંભળજે..
લિ. શબ્દોમાં કાચો પડતો તારો આ વ્હાલસોયો વ્યાકરણ.. :)