. *સંધ્યા*
. ::::::::::::::::::::::::::::::
સુંદર *સંધ્યા* એ મળી ગયા આપણે
પણ આ નવરા એવા દિલનું શું ?
વાંચવા માટે અનેકો પુસ્તકો લીધા
પણ જીવનના અનેકો પતાઓ નું શું ?
*સંધ્યા* સમયે આગમન થયું તમારું
પણ કપાતી આ જીંદગીનું શું ?
વરસાદના વાતાવરણની જેમ મેઘધનુષ નીકળ્યું મગજમાં
પણ દિલની અંદર એ બળતી રેખાઓનું શું ?
સમયને સમયનું પૂછી લીધું,કાંટાને દર્દનું પૂછી લીધું
આશ રહેલી અમને,કે પૂછશો કોઈક સંધ્યા એ તમે
પણ તમારી વેદના બળાવે એમનું શું ?
સંધ્યા થી જીવન નાશ નથી પામતું !
સંધ્યા શીખવે,થાય ઓછું જીવન આપણું
ચાલો માની લઈએ કે હવે વધારે રમવું નથી આપણે
પણ મે માંડેલી આ કવિતા અને ગઝલનું શું ?
સુંદર *સંધ્યા* એ મળી ગયા આપણે
પણ આ નવરા એવા દિલનું શું ?
~::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ધવલ રાવલ
TRUST ON GOD