મારી જ કહાંની તું મને લખે છે..
મારા જ દર્દ માં તું મને લખે છે..
કશું માંગી નથી શકતો હું તો,
એટલે જ શબ્દોથી સંવાદ તું લખે છે..
આપી આપી ને તે ઘણું આપ્યું,
છતાં એવું લાગ્યું ક્યાં કશું તું લખે છે..
મરી ને પણ હું કોઈ ના માં જીવું છું,
એવો એક અહેસાસ તું લખે છે..