#LoveYouMummy
મમ્મી હું તારું તારું જ પ્રતિબિંબ છું.આજે ભલે હું ૨૫ ની થઈ પણ હજુયે તારું વ્હાલ, તારી સંભાળ થી મને લાગે છે કે હું ક્યારેય મોટી થઈ જ નથી.એ જ પ્રેમ, એ જ સ્નેહમયી મૂર્તિ, વાત્સલ્યસિંધુ.નાની જીદ કાજ લડીને મો ફુલાવીને બેસું ને છતાંય સઘળી જીદ પૂરી ના કરીને મને અસંખ્ય બોધપાઠો આપ્યા છે.આજે તારા સંસ્કારોથી મારું વ્યક્તિત્વ પ્રશંસનીય ને ઉજ્જવળ છે.આજે તારાથી દૂર રહું છું ત્યારે એ બધાનું મહત્વ સમજાઈ છે.પ્રભુને એટલી જ વિનંતી કે આખી જિંદગી તે કરેલા અસંખ્ય ઉપકારો ના વળતર તરીકે તને ખુશહાલ, આરામદાયી, સ્વસ્થ ને લાંબુ આયુષ્ય આપે.
લિ.
તારી વ્હાલી
તનુ .