ગઝલ
અક્ષર ઉડી રહ્યાં છે ગઝલ માં ,
સનમ ઝૂમી રહ્યાં છે ગઝલ માં .
આંખોથી પી જતાં રાતભર જે ,
જામ ડૂબી રહ્યાં છે ગઝલ માં .
જિંદગી ભર પુછ્યા ખુદા ને તે ,
પ્રશ્ન પૂછી રહ્યાં છે ગઝલ માં .
દૂર જઈ બેઠા વર્ષો થી તેની ,
યાદ ભૂસી રહ્યાં છે ગઝલ માં .
આયના સામે વિતાવ્યું જીવન ,
કાચ લૂછી રહ્યાં છે ગઝલમાં .