લગ્નજીવન ની આજ તો મજા છે.. ખુશ તું હોય ને થાક મારો ઉતરી જાય...શાંત છબી તારી જોવું ને મારા જીવન ના ઉતારચડાવ શાંત થઈ જાય...તું જોર થી હસી દે ને હીબકાં મારા બંધ થઈ જાય... તારો અવાજ સાંભળું ને મારુ મૌન તૂટી જાય.. તારી યાદ આવે ને જુના સંસ્મરણો તાજા થઈ જાય..તારા વિચાર માત્ર થી મને દરરોજ જીવવાનું કારણ મળી જાય..તારા વગર રહી શકું કે નહીં એ ક્યારેય વિચારતી જ નથી .. કેમ કે પ્રત્યેક ક્ષણ તારું હોવાનું મને ભાષે છે...લગ્ન માં જોડે રેહવું જરૂરી નથી લાગતું બસ એકમેક ના હોવું મને જરૂરી લાગે છે...