Gujarati Quote in Blog by mahendrakumar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

### કોણે કીધું ##


કોણે કીધું હું તમને ભૂલી ગયો છું!!
તમને ના ભૂલી શકુ હું એકપળ!!
તમે જ કીધું હતુ કે ના કરો યાદ પળેપળ!!
છતા ના રહી શક્યો યાદ કર્યા વગર એકપળ!!
એ દિન ના ભૂલી શકુ જ્યારે ,
તમારો નિજકર હતો મારા હાથમાં!!!
ને વાતો કરતા'તા જગ જીતવાની!!
પણ એ ક્યા શકય બન્યુ કે હોય ,
સદાય તમારો નિજકર મારા હાથમાં!!
કેમ કરી ભુલી શકુ તમારો અજોડ પ્રેમ !!
જેમા હતો નિસ્વાર્થ પ્રેમ !!
એ નિસ્વાર્થ પ્રેમ જ અપાવે છે યાદ તમારી પળેપળ!!!
ભલે તમે હો મારાથી કોશો દુર !!
છતાં યાદ રહેશો તમે એક સ્વાસની જેમ!!
નક્કી જ હતુ કે મળશે પ્રેમમાં નિષ્ફળતા !!
છતા મંજુર હતી એકબીજાને એ નિષ્ફળતા!!
તો ચાલ એ નિષ્ફળતાને પણ એક યાદ બનાવી ,
જીવી લઇએ જુદાઈ પહેલાની એક-એક પળ!!
દિલથી કહું છું આજ તુજને !!
ઘણા કર્યા પ્રયાસ ભૂલવા તને પળેપળ !!
પણ ના ભૂલી શક્યો તને એકપળ!!
કોણે કીધું હું તમને ભૂલી ગયો છું!!
તમને ના ભૂલી શકુ હું એકપળ!!.....

-mahender

Gujarati Blog by mahendrakumar : 111040891
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now