રિદ્ધિ સિદ્ધિ મારી આટોપી એ ચાલી,
આબરૂ નું છોગું સંભાળતી એ ચાલી,
શરમને મહેંદી તળે છુપાવતી એ ચાલી,
અરમાનો કેટલાય દબાવતી એ ચાલી,
સ્વપ્નાઓ અનેક રોળતી એ ચાલી,
શિખામણો કેટલીય સાંભળતી એ ચાલી,
આશાઓ કોઈની પૂર્ણ કરવા એ ચાલી,
ઝળહળીયા મા બચપણ ભુલાવતી ચાલી,
અજાણી દુનિયા તરફ ડગ ભરતી ચાલી,
મા નું સખીપણું છોડાવતી ચાલી,
સહોદરો ની યાદો આંખો માં સમાવતી ચાલી,
કેટલાંય નું કેટલુંય બનતી ને બનાવતી ચાલી,
પણ મારી (પિતાની)તો ઓળખ જ ચાલી....