કાલ ને કહી દો હજુ આજ બાકી છે...
શમણાંઓને કહી દો હજુ જીવવાના બાકી છે...
કાલ ને કહી દો હજુ આજ બાકી છે...
ઉતાવળ ને કહી દો હજુ તો ધૈર્ય અકબંધ બાકી છે..
કાલ ને કહી દો હજુ આજ બાકી છે...
હસનારા ને કહી દો હજુ મારો જમાનો બાકી છે...
કાલ ને કહી દો હજુ આજ બાકી છે...
ઉદાસીને કહી દો હજુ સફળતા માણવાની બાકી છે...
કાલ ને કહી દો હજુ આજ બાકી છે...
મોત ને કહી દો હજુ તો જિંદગી ની મોજ બાકી છે...