થઈ રહ્યું છે...
થઈ રહ્યું છે...
આજકાલ બધુંય...
ન થવાનું થઈ રહ્યું છે...
સપના જોવાના હજી શરૂ જ કર્યા તા...
ત્યાં સપના બહારનું બધું થઈ રહ્યું છે...
જીવવું છે હજી મારે ઘણુંય...
શ્વાસની ભીખ માંગવી પડશે...
એ ક્યાં ખબર હતી મને...
ભીખ ન આપ તો કાંય નય...
થોડા સપના કરી શકું સાકાર એટલી...
શ્વાસોની ઉધારી તો આપ...
# સાંઈ સુમિરન....