જે ભૂલો પણ ક્યારેક પડ્યો છે ,દોસ્તોની વચ્ચે ..
એને પાછો રસ્તો ય જડ્યો છે ,દોસ્તોની વચ્ચે ...
કોણ કહે છે સંબંધ અતૂટ નથી બંધાતો ...
હા,આવી ને ઈશ્વર પણ રડ્યો છે ,દોસ્તોની વચ્ચે ...
ના તૂટ્યો છે ,ના થાક્યો છે ,ના ભાંગ્યો છે ક્યારેય ,
અને માણસ ના એકેય સડ્યો છે ,દોસ્તોની વચ્ચે ...
હર કોઈ ઈચ્છે વધુ ,એ સિક્કાનુ નામ સમય છે ,
જે હંમેશાં જઈને ગબડ્યો છે ,દોસ્તોની વચ્ચે ....
એને પસ્તાવો ખૂબ થયો છે ,
જે મહોબ્બતને લઈ જે ઝઘડ્યો છે ,દોસ્તોની વચ્ચે ...