આ વાઇરલનું વાઇરસ સપનાઓ ને લાગુ પડે કે નહીં?
એને પણ હજારો ની લાઈક મળે કે નહીં?
આ નાનકડું માઉસીંયું સંબંધો ને જોડે કે નહીં?
કલ્પનાના કીબોર્ડ પર આંગળી ફરે કે નહીં?
સાંત્વનનું કોઈ મધરબોર્ડ બજારમાં મળે કે નહીં?
શાતા ની રેમ થઈ શકે હેંગ કે નહીં?
આ સિદ્ધાંતો નો બ્લોગ કોઈ મળે કે નહીં?
કર્મો ની પોસ્ટ એમાં શેર થાય કે નહીં?
સખીપણા નું સોફ્ટવેર કહીં મળે કે નહીં?
આજીવન નિભાવવાની ગેરંટી આપવી પડે કે નહીં?