તારી આ આંખ જ
કજરાળી છે,
તો આ નશીલી આંખો ને કાજલ ની
શી જરૂર...!
તારા આ હોઠની લાલીમા જ
રસીલી છે,
તો આ સુર્ખ હોઠ ને લાલી ની
શી જરૂર...!
તારું આ મુખડું અપ્રતિમ
તેજવાળુ છે,
તો તારા મુખડા ને શણગાર ની
શી જરૂર...!
અલંકાર વિના પણ તું
સુંદર જ લાગે છે...
તો તને આ વધારાના શણગાર ની
શી જરૂર.!!!