Gujarati Quote in Shayri by Simran Jatin Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હું છું તારામહીં...?

હું તને ગોતું તો ગોતું ક્યાં??
તું કે મને કે...
હું ગોતું તને ક્યાં ક્યાં??
શીદ કરે તું મને આમ હેરાન??
તું આવ ને કર મારી મૂંઝવણ દૂર...
ન તડપાવ મને આમ...

હું છું તારામહીં...ન શોધ મને આમ અહીંતહીં...
ખુદમાં જ જા ડૂબી ને થઈ જા ખુદના જ પ્રેમરસમાં તરબોળ...

હું છું તારા નસેદાર નયનોમાં...
જ્યારે તું મને યાદ કરે છે આંખો બંધ કરી મારી તસ્વીર નિહાળવા...

હું છું તારા થોડા વધુ ઉપસી આવેલા ગાલે...
જ્યારે તું મને યાદ કરે મનોમન હસી મારા ગુલાબી ગાલ ખેંચવા ઇચ્છતો...

હું છું તારા મદભર્યા અધરો પર...
જ્યારે તું મને યાદ કરી પ્રેમભર્યા ગીતો ગુંગુનાવી પ્રેમરસ પાવા ઇચ્છતો...

હું છું તારા આતુર એવા કર્ણમાં...
જ્યારે તું મને યાદ કરતા કરતા મારો મધુર અવાજ સાંભળવાની ઝંખના કરતો...

હું છું તારા એ કાળા સુંવાળા કેશમાં...
જ્યારે તું મને યાદ કરે ને ઇચ્છતો કે મારા કોમળ ટેરવાઓનો થાય ત્યાં હળવે હળવે સ્પર્શ...

હું છું તારા એ મજબૂત પંજાની પકડમાં...
જ્યારે તું મને યાદ કરી વિચારતો કે હાથમાં આવે એનો નાજુક હાથ તો ન છોડું કદીયે...

હું છું તારા એ સદાય અધ્ધર રહેતા વિશાળ લલાટે...
જ્યારે તું મને યાદ કરી મારા લલાટ ને ચૂમવા માંગતો...      

હું છું તારી એ ચોતરફ ફેલાયેલી બાજુઓમાં...
જ્યારે તું મને યાદ કરીને મુજ નમણી કાયાને બાથમાં જકડી લેવા ચાહતો...

હું છું તારી એ હરેક પગલાં ની આહટ માં...
જ્યારે તું મને યાદ કરી વિચારતો કે કઈ રાહ મને તારી સમીપ લાવશે ને પછી હું તારા એ પગે પાયલ પેહરાવું...

હું છું તારા ધકધક કરતા ધબકતા હ્ર્દયમહીં...
જ્યારે તું મને યાદ કરતો ત્યારે ક્યારેક એકાદ ધબકાર ચૂકી જતો કે ક્યારેક એવો તે હાંફતો શોધતો મને મારા ધબકારને તારા ધબકારમય કરવા...

હું છું તારી રગેરગમાં ગતિમાન એવું લોહી...
જ્યારે તું મને યાદ કરતો તો એ લોહી વધુનેવધુ ગતિમાન થઈ  તને મારી તરફ આવવા પ્રેરતું...

હું છું તારા શ્વાસેશ્વાસમાં શ્વસતી હવા...
જ્યારે તું મને યાદ કરતો અને મલકતો કે મારા ને તારા શ્વાસ એકબીજામાં ભળી જાય તો કેવું...

હું છું તારા રોમેરોમમાં પ્રફુલ્લિત એક એવી ખુશ્બૂ...
જ્યારે તું મને યાદ કરતો ત્યારે એક અલગ જ દુનિયામાં સરી જતો અને મને ખુદના સમક્ષ નીરખતો...



હું છું તારા મનમાં અવિરત ચાલતા રહેતા વિચારો...
જ્યારે તું મને યાદ કરતો ને મને વિચારતો કે હું કેવી હોઈશ એ વિચારોની રચના હું...

હું છું તારા લખાણના શબ્દોના ગહનઅર્થમાં...
જ્યારે તું મને યાદ કરી કાંઈક લખતો ને પછી એક રહસ્ય સમાન તું મને ને હું તને સમજવા પ્રયાસ્તા...


હું છું તારા તને ખુદ ના જ હર સ્પર્શમાં...
જ્યારે તું મને યાદ કરે ત્યારે તને અંતરમાં જે એહસાસની અનુભૂતિ થતી એ પ્રેમાળ સ્પર્શ છું હું...
#સાંઈ સુમિરન....
        
     

Gujarati Shayri by Simran Jatin Patel : 111036117
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now