પ્રેમ એટલે શું? આજે સ્વાભાવિક પ્રશ્ન થયો.એક પ્રેમી ને પ્રેમિકા વચ્ચે કદાચ ઘણી બધી અપેક્ષાઓ અને ઘણા બધા પ્રશ્નો હોય છે સાથે એકબીજાને પ્રેમ બાબતે પ્રશ્ન થતા હોય .એકબીજાના એકબીજા પ્રત્યેના પ્રેમ નું ગણિત ગણાતું હોય છે .પણ મારા મતેં પ્રેમ એટલે
હૂં એની આંખોમાંથી આસું બની ટપકું એ સાચો પ્રેમ!!
એને મારુ દર્દ એનું લાગે એજ સાચો પ્રેમ!!
લાગણીઓ બની એના હ્ર્દયમાથી ટપકું એજ સાચો પ્રેમ!!
એક બીજાની નાની ભૂલો ને જતી કરે એજ સાચો પ્રેમ!!
એની પ્રગતિના વિચારો એજ સાચો પ્રેમ!!
મિલનની તડપ એટલે સાચો પ્રેમ!!
એક બીજાને સમજવાની જાણવાની કોસિસ એજ સાચો પ્રેમ!!
કાઈ ખોયા વગર કાંઇક પામવું એજ સાચો પ્રેમ!!
તમને જોય ને ઓળખી જાય તમારી સ્થિતી એજ સાચો પ્રેમ!!!
-mahender