ઈરાદાઓ અધૂરા રહેવાનો રંજ રહેવાનો ,
નથી મરજી મુજબ થાતું ,સદા પાબંધ રહેવાનો ...
કરી લેજે પ્રહારો, જેટલા કરવાની ઈચ્છા હોય ,
અમુક એવા દિલ છે ,જ્યાં હું તો અકબંધ રહેવાનો...
મૂકું છું પ્રેમ નો પ્રસ્તાવ આજે તન-મનથી ,
તું માને કે ના માને આપણો સંબંધ અણનમ રહેવાનો ...
સરાજાહેર મારી વાત કરવા તું ઉતાવળ કર ,
જમાનો મારી પર શ્રદ્ધા ધરીને અંધ રહેવાનો ...
દુપટ્ટાની બુકાનીમાં છુપાવે ચહેરાને ,
છતાં સૂર્યનો તાપ તો અંગેઅંગ રહેવાનો ...
ફૂલોની લાખ રખવાળી કરે કાંટા ,ચમન ,માળી ,
ફૂલોના સ્વપ્નોમાં સદા મકરંદ રહેવાનો ...