Gujarati Quote in Quotes by jagrut Patel pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ

ગામડુ કોને કહેવાય ??

ગામડામાં વસ્તી નાની હોય ..
ઘરે ઘરે જ્ઞાની હોય ...

આંગણિયે આવકારો હોય ...
મહેમાનો નો મારો હોય ...

ગામમાં 'ચા' પાવાનો ધારો હોય ,
વહેવાર એનો સારો હોય ...

એ રામ-રામનો રણકાર હોય ,
જમાડવાનો પડકારો હોય ...

સત્સંગ મંડળી જામી હોય ,
બેસો તો ,સવાર સામી હોય ...

જ્ઞાનની વાતો બહુ નામી હોય ,
જાણે સ્વૅગ ની ખામી હોય ...

વહુને સાસુ ગમતા હોય ,
ભેળા બેસી જમતાં હોય ...

બોલવામાં સમતા હોય ...
ભૂલ થાય તો નમતા હોય ...

છોકરાં ખોળામાં રમતાં હોય ...
આવી 'માં' ની મમતા હોય ...

''ગઈઢ્યા ''છોકરાઓને સંભાળતા હોય ...
ચોરે બેસી રમાડતા હોય ...

સાચી દિશાએ વાળતા હોય ...
બાપના બોલ સૌ પાળતા હોય ...

નીતિ નિયમ ના શુદ્ધ હોય ...
માગે પાણી ત્યાં હાજર દૂધ હોય ...

ત્યાં જોગમાયા ના જતન હોય ...
માનવી મોતીના રતન હોય ...

શીતળ વાયુ વાતો હોય ...
ઝાડવે જઈ ...અથડાતો હોય ...

મોર તે દી' મલકાતો હોય ...
ગામડાનો મહિમા ગાતો હોય ...
.
વડલાની વડવાઈ હોય ,ને
લાલ એના ટેટાં હોય ...

સૂરજ સાંજે આથમતો હોય ,ને
સોનેરી કિરણો પાથરતો હોય ...

ખળખળ પાણી વહેતું હોય ,ને
લીમડાની છાંય હોય ..

આંબા ડાળે ઝુલતાં હોય ...ને
ઉભે થી એ પડતાં હોય ...

રાતે ફળિયામાં નાટક ભજવાતાં હોય ...ને
એમાં એક નટ ને એક નટરાણી હોય ...

ખેતરમાં પાક લહેરાતો હોય... ને
ખેડૂત મનમાં મલકાતો હોય ...

હવે આગળ ઉમેરી દે જો ખૂટતું ...

Gujarati Quotes by jagrut Patel pij : 111035046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now