આજ ફરી યાદ આવી ગયા સ્કૂલનાં દિવસો ..
સ્કૂલનાં દિવસો ને મજા ના દિવસો ..
ખુલ્લી આંખેથી થતી પ્રાર્થના થી માંડીને ,
છુટતી ટાઈમે થતી ધક્કામુકકીના દિવસો ...
બધાં જ સરને વિશેષ નામથી
સંબોધ્યાના દિવસો ...
છોકરાઓને છોકરીઓના નામથી ખિજવવાના દિવસો ...
ક્યારેક મિત્રના વાંકે માર ખાધા ના દિવસો ...
ને ક્યારેક મોનિટર બની શિક્ષક બની શાંતિ સ્થાપ્યાં ના દિવસો ...
ને ક્યારેય એમનાં જ માથાનો દુઃખાવો બન્યા ના દિવસો ...
શિક્ષક તો બનાય જ નહીં એવી ડંફાસ માર્યા ના દિવસો ...
રિસેસમાં એકબીજા ના નાસ્તા ના ડબલાં ખાલી કર્યા ના દિવસો ...
ને ક્યારેક દોડપકડ ને ક્યારેક ટપલીદાવની રમઝટ ના દિવસો ...
દિવાળી વેકેશન ને ઉનાળું વેકેશન ની રાહ જોવાના દિવસો ...
ને સ્કૂલ ની દુનિયા માં દુનિયાથી બેખબર રહેવાના દિવસો ...
સ્કૂલ મારી હોય કે તમારી પણ અનુભવ બધાના સરખા હોય એ દિવસો ...
આ વાંચીને તમને પણ યાદ આવ્યાં હશે તમારી સ્કૂલ ના દિવસો ..
સ્કૂલના દિવસો ને મજાના દિવસો ...