#kavyotsav
આમ ખોટા સપના લઇ ક્યાં સુધી જીવવાનું
ક્યારેક તો થશે આપણું રૂબરૂ હવે મળવાનું
હોળી ધૂળેટીનો તહેવાર પણ ફિક્કો લાગતો
પિચકારી તારી હોયને મનને થાય પલળવાનું
શોધી લાવીશ તને એક'દી યાદોની શોધમાંથી
ગમતું નથી તારું મૃગજળની જેમ ચળકવાનું
આમ સપનામાં આવી રોજ સંતાય શું કામ ?
આંખોને તારી યાદે થાય આખી રાત કળવાનુ
હલેસા વિનાની નાવ લઇ મધદરિયે ઉભો 'શ્યામ'
બંધાવી ખોટી આશ આ હૈયાને કાયમ છળવાનું
#નીરવ_પટેલ 'શ્યામ'