#કાવ્યોત્સ
શબ્દોની આ સફર છે મારી ,
શબ્દોની આ કબર છે મારી ...
સ્વર વ્યંજન ની ગોઠવણી ,
છંદોબદ્વ છે ખબર મારી ...
પ્રાસ અનુપ્રાસ માં જકડાઈને ,
શેરિયત માં સફર છે મારી ...
ગૂઢાર્થ માં ,ગોતું મારતી ,
લક્ષાર્થ રચના અફર મારી ...
દર્દ ને જખ્મો વળી મરહમી ,
અંદાજ ,હુંફાળી સફર મારી ...