#KAVYOTSAV
સુકાભઠ રણમાં વર્ષા બની ભીંજવી ગઈ,
એક લાગણી મને સરકતી સરકતી ખીજવી ગઈ,
સમર્થન ન મળ્યું તોય એકલી જ મુંઝવી ગઈ,
એક લાગણી મને સદાચાર શીખવી ગઈ,
સો દર્દો આપીને પણ મનને એ રિઝવી ગઈ,
એક લાગણી કાંટા વચ્ચે પણ મને ખીલવી ગઈ,
સાતત્ય પ્રેમનું જણાવી મનને ઝુકવી ગઈ,
એક લાગણી મને સંબંધો ના તડકે સુકવી ગઈ,
સામ્રાજ્ય અસ્તિત્વનું આંકવી ગઈ,
એક લાગણી ઋણમા કોઈના મને જ ઝૂંટવી ગઈ...