ધણી કોશિશ, ધણી ચાહત છતાં......
મંઝિલ થી વંચિત રહી જીદગી,
હૂંફ ના નામે માંગેલો એક સ્પર્શ,
આજે પણ.........
વફાદારીના હિસાબ માંગે છે જીદંગી,
ખૂટે છે કયાંક એ ઉષ્મા ની મહેક,
વાત કરવા શબ્દ નથી મળતા જીદંગી,
દ્ગષ્ટિ થી સૃષ્ટિ સરજી
ના મળી તારી હાજરી ની પુષ્ટિ જીદંગી,
આકાશ પાતાળ એક કરતી ફરી,.
ક્ષિતિજ ની પાછળ દોડતી રહી જીદંગી,
થોડી તૃપ્તિ, થોડી તૃષ્ણા છેલ્લે તો...........
ખાલી હાથે વિદાય લેતી આ જીંદગી.