નિશા ને શબ્દ નથી, દિવસ ને વખત નથી;
આશાને ક્યાં તટ છે, એ સ્મૃતિની રસધાર છે.
રાત્રિનો આ તિમિર, દર્શાવે છે આ સહિયારૂ;
મનનો આ તિમિર, સરખાવે છે આ સહિયારૂ .
મદમસ્ત આ પવન, નિશા ને કહે છે સઘન,
માદકતા પ્રસરાવું, તને કરૂ હું ચિત્ત મગન.
અદ્ભુત રુપ સુંદર, તારલા કાયલ તુજ પર,
શું કહું હું તુજને, મદન પણ છે વશ તુજને.
મદાક્રાંત શશિકાંત, તારા છાયાનો છે મણિકાંત,
નિશ છે શીતાક્રાંત, ચંચળ ચંદ્રનો આ અભિમાન.
મન થયો પ્રેમાતુર, અનંગિત ચંદ્ર છે તુજને આતુર;
નિશ છે નિસ માં, મદન વિહ્વલ વરસતી રજની માં