#kavyotsav
રંગી દે મને તારા હોઠો ના રંગે,
કરી દે લાલ ગુલાબી...
હું રંગુ તને મારા હ્રિદય ની પ્રીતથી,
કરી દઉં મારી દીવાની...
ભીંજાયો દુપટ્ટો ને જોબન મલકાયા,
સુધબુધ ભૂલી અમે ખોવાયા...
ભરી લઉં બાહોમાં તને હું તંગથી,
થઈ જા વિભોર ભાન ભૂલાવી...
રંગી દે મને....
પ્રેમ ના રંગે અગણિત રંગુ તને,
જાણે ખીલ્યું મેઘધનુષ અવકાશી...
અરે ના...ના..., ના ભાગીશ હવે,
ચાલશે ના તારી, કોઈ મનમાની...
રંગી દે મને...
આજ તુ મારી, અને હું ખાલી તારો,
ના ખલીલ, ના કોઈ મગજમારી...
એકાંત માં બંને એકરૂપ થઇએ,
ચાહત માં રંગાઈ, કરીએ નાદાની...
રંગીદે મને તારા હોઠો ના રંગે,
કરી દે લાલ ગુલાબી.
મિલન લાડ.