તુ જોઈએ છે
ઘણી વખત સમજાતું નથી તું કેમ મને જોઈએ છે,
વિચારો આવ્યા કરે છે કયારેક હસવા માટે તું જોઈએ છે
રડવા માટે તારો સાથ જોઈએ છે , મસ્તી કરવા તું જોઈએ છે , તારી જરૂર મને હંમેશા રહે છે, હસવા-લડવા- ઝઘડવા બસ તારી જરૂર છે ,તું સાથે રહે છે તોહું ખુદ ને પણ ભૂલી જાઉં છું ,જીવવા માટે પણ તું જોઈએ છે, ખુદનેં ભૂલી જાઉં એટલા માટે પણ તુ જ જોઈએ છે, તારા વગર જીવન જીવવાની કલ્પના પણ અઘરી છે.
મારા સપના માં તું છે,
મારી જિંદગીમાં તું છે
એ જીંદગીનો અહેસાસ તુ છે,
મારી લાગણીઓ મા તું છે,
મારી સંવેદના માં તું છે,
મારા દરેક શબ્દોમાં તું છે,
મારામાં જ તું છે.
તું મારો વાલમ છે એટલે જ અહીં વાલમ નીં યાદ માં
વાલમ ની વાત થાય છે...