સમજણ ભાગ-2
હવે અનિકેત અવાક બન્યો ને આશા નુ બાવડુ પકડી રોકતા આ શુ છે? આશા અનિકેત નો હાથ તરછોડતા કીધુ ને જવા દે મને ને ચાલી નીકળી
અનિકેત અચાનક ભાંગી પડયો તે સમજી જ નતો શકતો આ વાવાઝોડું આવ્યું કયાથી જે પળવારમાં માળો વીખી ગયૂ.
ને અનિકેત મનોમંથન કરતા રડતો જતો હતો કે મારા પ્રેમ મા કયા ઉણપ રહી મારો આટલો સ્નેહ વ્યર્થ ગયો.!
મારા કોઈ વાક વગર મને સજા શા માટે?
ને તે પણ આશુ લુછતા જરા કઠોર બની ભલે જતી મારે શુ કરવા મનાવવી જોઈ.?
તેને મારા પ્રેમ ની કદર નથી તો મને શા માટે વિચારતા વળી અશ્રુ ધારા શરૂ થય.
સામે આશા પણ આખી રાત મનોમંથન સાથે રડી.
સવારનુ પહેલુ કિરણ જમીન પર પડતા અનિકેત ને થાય છે ના મારે એક પ્રયાસ તો કરવો જોઈ, મારે તેને સમજાવા જવુ પડશે.
ને અનિકેત હાથમાં નાની બેગ લઈ મનાવવા નીકળે છે
આશા ના ઘરે જઈને તે તેને મનાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે પણ આશા એક શબ્દ બોલતી નથી રડયે જાય છે.
ને સમજાવતા એ પણ રડતો જાય છે ને આજે આશા નો બર્થ ડે પણ હતો તો બેગમાંથી ગીફટ આપતા many many many happy returns of the day hday my love તને ગીફટ ગમશે જ મને લેટેસ્ટ શુ ચાલે એ ખબર ન પડે તે માટે હુ ડોબુ ને કાલે સાથે લઈ ગયા હતો.
ને આ સાંભળી આશા ની આંખો પહોળી થઈ ને ક્ષણ મા સમજી ગય. ને અનિકેતને ભેટી રડવા લાગી ને અનિકેત પણ રડતા તેને હાથ ફેરવે જાય છે.
થોડી સ્વસ્થ થઈ આશા અનિકેત ને તો કાલે જુઠ્ઠું કેમ બોલ્યા કે ઓફીસ જ હતો કહેતા છાતી પર હળવો ધબો મારયો. ને એમાજ આ મહાભારત રચાયુ કહી બધી વાત કરે છે.
અનિકેત આમજ બાહુપાશ મા રાખી મારે તને સરપ્રાઇઝ આપવી હતી.
ને તરત આશા અલ્પેશ ને ફોન કરી અવગત કરાવે છે.
ને અનિકેત ને આશા ને સમજાય છે, ઘણીવાર અઢળક પ્રેમ હોવા છતાં કલેરીફીકેશન જરૂરી છે.