ટપકું થઈ ગયો, સૂરજ આંખોમા તારી ઢળીને,
મોસમ થઈ ગયું હવા વાતોમાં તારી પડીને,
તોયે હું ન પામી શકી એ હવા ના તણખા ને,
તોફાન થઈ ગયું, ઝંઝાવાત ટેરવાને તારા અડીને,
શમણું થઈ ગયું સૌરભ આંખોને તારી અડીને,
ક્યાસો થઈ ગયા સત્ય, અર્થોને તારા મળીને,
તોયે હું તો એમ ની એમ જ ખડી છું,
તમન્નાઓ થઈ ગઈ રાખ, તાસીરને તારી ખમીને....