#MERAKRISHNA
મારા માટે કૃષ્ણ એટલે એવો ભગવાન કે જેને હું 'તું' કહી શકું છું.એ પહેલા મારો મિત્ર છે અને પછી તે ઈશ્વર છે.તે સારો બૉયફ્રેન્ડ,સારો લવર અને રોમેન્ટિક ઈશ્વર છે.તે સારો માર્ગદર્શક અને તત્વચિંતક છે.તેણે બધાનાં દુઃખને પોતાના સમજીને દૂર કર્યા છે,પણ તેના દુઃખને કોઈ સમજી નથી શક્યું.તેના માથે શોભતું મોરપીંછ એતો મારા જીવનના રંગો છે.તેની વાંસળીના સૂર એતો મને તેની તરફ ખેંચતું સંગીત છે.કૃષ્ણ પ્રાચીન જ નહીં,એ અર્વાચીન પણ છે.કૃષ્ણને કોઈ બંધન નથી.કૃષ્ણ બાળકો,યુવાનો અને વૃદ્ધોનો છે.કૃષ્ણ એ મારું અસ્તિત્વ, પ્રેમત્વ,દિવ્યત્વ અને સર્વસ્વ છે.