કેમ કરી?
પંખીઓની હારમા શમણાં ઉડાડું કેમ કરી,
મુરજાયેલા ફૂલોમાં સુગંધ ભરું કેમ કરી ,
મ્રુગજળની ભાતમાં તુજને શોધું કેમ કરી,
લાગણીઓ કેરી કેદને હું તોડાવું કેમ કરી ,
રણમાં પડછાયાનો સાથ છોડાવું કેમ કરી ,
પ્રભાત પાંગર્યુ હવે આ રાત્રિે રોકું કેમ કરી,
સમુદ્રમાં નાનકડી નાવને લંગારુ કેમ કરી,
મનવિનાની જિઁદગીને હૃદયદાન કરુઁ કેમ કરી.
_દશઁના