સમયની રેત મા શબ્દો બની વિખરાઈ જઈશ હું,
વજૂદ મારું શું છે? ખોવાઈ જઈશ હું,
ના બનો દીવાના મારા અર્થો ને વિચારી,
જીવનની ગોદમાં મૃત્યુ બની સમાઈ જઈશ હું..
બળ ને છોડી ક્ષણમા જીવી જઈશ હું,
ધીરજથી લાગણીઓને સાચવી લઈશ હું,
અહોભાવ પ્રગટાવીએ એ જ પરામર્શ છે,
અંધકાર ને ધકેલવા દિવેલ બની પુરાઈ જઈશ હું.