દરિયો અને હું


નિઃશબ્દ થઈ હું રોળાઈ જઉં છું,
                 તટ પરની રેતી થઈ 
 તારી લાગણી મને તાણી દે છે,
                 દરિયાનું મોજું થઈ. 

કરી ભીનાં જીરવો છો તટ લગી
              કરી તમે થોડી દિલ્લગી 
કોઈ અસમજણમાં વાત વધી
         તો લગાવ ખેંચે તળ લગી

ઘૂઘવાટ કરી બોલાવ જળ લગી
          તારા ઊંડાણને ય ઝાંખું જરી
દરિયા દિલ છું તું,હું પણ કમ નથી
           માપીશ હું કિનારો કણકણથી
             ©અર્ચિતા દીપક પંડ્યા 

Gujarati Shayri by Archita Deepak Pandya : 111025951
ધબકાર... 8 year ago

ખુબ સરસ રચના...હમેશા તમારી નિઃશબ્દ કરે એવી રચનાઓ હોય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now