પાક્કી મિત્રતા
નિશાળમાં શિક્ષકે પ્રવાસની જાહેરાત કરી અને દરેકને પ્રવાસની માહિતી વિશેનો એક કાગળ આપ્યો.
પ્રવાસનું નામ સાંભળી કમલ અને કિસન બંને પાક્કા ભેરુઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા. કિસનના હાથમાં કાગળ આવ્યો. પ્રવાસ ફી ‘200’ રૂપિયા વાંચીને તેની આંખો પર આંસુનું પાતળું પરત બાઝી ગયું. સ્કૂલ છૂટીને બંનેએ એકસાથે ફી આપવાનું નક્કી કર્યું.
કિસન ફી જમા કરવાના આખરી દિવસ સુધી બહાનું બનાવતો. કમલે તેને પૂછ્યું તો, એ તેની ગરીબ પરિસ્થિતિ વર્ણવી મૂંગું રડી પડ્યો. કમલે મૈત્રીભર્યું આલિંગન ભરી તેને છાનો રાખ્યો. શનિ-રવિ આખો ક્લાસ પ્રવાસે ફરવા ગયો, પણ એ બંને ભેરુઓ બે દિવસ સાથે ગામમાં ફર્યા, આઇસ્ક્રીમ ખાધો, ગલૂડિયાં રમાડ્યા અને મોજ કરી...
#FriendshipStory