The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પાક્કી મિત્રતા નિશાળમાં શિક્ષકે પ્રવાસની જાહેરાત કરી અને દરેકને પ્રવાસની માહિતી વિશેનો એક કાગળ આપ્યો. પ્રવાસનું નામ સાંભળી કમલ અને કિસન બંને પાક્કા ભેરુઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા. કિસનના હાથમાં કાગળ આવ્યો. પ્રવાસ ફી ‘200’ રૂપિયા વાંચીને તેની આંખો પર આંસુનું પાતળું પરત બાઝી ગયું. સ્કૂલ છૂટીને બંનેએ એકસાથે ફી આપવાનું નક્કી કર્યું. કિસન ફી જમા કરવાના આખરી દિવસ સુધી બહાનું બનાવતો. કમલે તેને પૂછ્યું તો, એ તેની ગરીબ પરિસ્થિતિ વર્ણવી મૂંગું રડી પડ્યો. કમલે મૈત્રીભર્યું આલિંગન ભરી તેને છાનો રાખ્યો. શનિ-રવિ આખો ક્લાસ પ્રવાસે ફરવા ગયો, પણ એ બંને ભેરુઓ બે દિવસ સાથે ગામમાં ફર્યા, આઇસ્ક્રીમ ખાધો, ગલૂડિયાં રમાડ્યા અને મોજ કરી... #FriendshipStory
ટોમ એન્ડ જેરી ઘસઘસાટ નીંદમાં ટોમ ઊંઘતો હતો ત્યારે તેના અધખુલ્લા મોમાં જેરીએ ફટાકડો મૂકી, દિવાસળી ચોપી, તે દરવાજા પાછળ સંતાઈને કાનમાં આંગળીઓ ખોસી. બૂમ...!! ટોમનું મોં કાળુંમેંશ થઈ ગયું. દિવસે તારા દેખાવા લાગ્યા. ખિલખિલ હસતાં જેરીને દેખી ટોમનો પિત્તો છૂટક્યો! તે મોટો હથોડો લઈ જેરીની પાછળ નાઠો... ત્યાં જ સામે કદાવર કૂતરો ધસી આવ્યો. હથોડો કુતરાના માથા પર પછાડી, તે બમણી ગતિએ નાઠો...! ક્રોધિત કૂતરો હથોડો લઈને ટોમની પાછળ નાઠો... દોડતો ટોમ સુકવાતા કપડાંમાં વીંટળાઇ પડ્યો. મિત્રને બચાવવા જેરીએ સિટી મારી. કુતરાએ પાછળ વળીને દેખ્યું એ મોકો લઈ ટોમે કૂતરાના માથે કપડું વીંટી ધોઈ નાંખ્યો. ટોમે મિત્રતાનો હાથ લંબાવી જેરીનો આભાર માન્યો. #FriendshipStory
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser