લાગણીના દરિયામાં, ધગધગતું સત્ય લખું ...
દરિયાનું તોફાન લખું ,દિલે દિલે એક સોપાન લખું ...
ધડકતા દિલની ચાહત લખું ,પ્રેમરૂપી આહત લખું ...
મોતની ઝંખના લખું ,નફરતની ફના લખું ...
ભભૂકતું ભૂતકાળ લખું ,ચળકતું ભવિષ્ય લખું ...
હવાની સુવાસ લખું ,દિપકની અજવાશ લખું ...
દોસ્તીનો દસ્તાવેજ તો મહોબ્બત ની મહોતાજ લખું ...
પૃથ્વી નું પાતાળ લખું ,અધર આખું આકાશ લખું ...
હસવામાં અભિનય લખું ,રુદન માં વાસ્તવિકતા લખું ...
શબ્દોમાં ખુમારી લખું ,તો રકતમાં વફાદારી લખું ....
એવું તે શું લખું ???