● મને પ્રેમ કર......
ઘૂંટ પી જઈશ, મને પ્રેમ કર….
હું બચી જઈશ ! મને પ્રેમ કર…
બધા વેદ-ગ્રંથ-પુરાણ સૌ
હું કળી જઈશ, મને પ્રેમ કર…!
એક શબ્દમાં એક શ્લોકને
હું રચી જઈશ, મને પ્રેમ કર…!
હું ખીલી ગયો તને જોઈને
હું ખરી જઈશ, મને પ્રેમ કર…!
છું તૂટી જવાની અણી ઉપર
હું ટકી જઈશ, મને પ્રેમ કર…!
હું ય સૂર્ય છું, હું ય ચંદ્ર છું
હું ઊગી જઈશ, મને પ્રેમ કર…!
હું નથી જ સુંદર તે છતાં
હું ગમી જઈશ ! મને પ્રેમ કર…!
અડીખમ ઊભો હું પહાડ-શો
હું ઝૂકી જઈશ, મને પ્રેમ કર…!
હું અમસ્તો બેઠો નથી અહીં
હું ઊઠી જઈશ, મને પ્રેમ કર…!
ગુમ હું થયો છું ન જાણે ક્યાં
હું મળી જઈશ, મને પ્રેમ કર…!
છું જનમથી શ્વાસની કેદમાં
હું છૂટી જઈશ, મને પ્રેમ કર…!!